Posts

Showing posts from July, 2018

અંક ૫: મેં પણ રાખ્યું ગૌરી વ્રત..!!

Image
નમસ્તે મિત્રો, જાણું છું કે થોડો વધુ સમય લઇ લીધો આ વખતે નવી વાર્તા માટે પણ શું કરું આતો ખાલી શોખ ખાતર જ લખું છું. બાકી ફૂલ ટાઈમ ધંધો તો બીજો કંઇક છે એટલે ધંધા ને પ્રાથમિકતા આપી. પણ જે હોય એ..કાંઈ વાંધો નહિ. હવે જરા થોભી જાઓ. જી હા..!! જે પણ કાર્ય કરતા હોવ કે મગજ માં જે પણ બીજા વિચાર ચાલતા હોય એ એકાદ મિનિટ બંધ કરી દો. પણ આ વાંચવા નું ચાલુ રાખજો ખાલી. હવે યાદ કરો તમારી સ્કૂલ ના દિવસો ને....યાદ કરો એ સ્કૂલ ના સમય ની દરેક વાતો.... કે જેનાથી તમારા ચહેરા પર સ્માઈલ આવી જાય....યાદ આવી?  કેવા મજા ના દિવસો હતા ને એ..!! કોઈ ના પણ સ્કૂલ ના દિવસો મજા ના જ હોય એમાં કોઈ શંકા ને સ્થાન નથી. મારા પણ દિવસો મજા ના હતા. એમાં પણ એક એવો કિસ્સો હતો કે જે આજે પણ હું યાદ કરું તો ખડખડાટ હસવા લાગુ. હમ્મ.....!!! જો ધ્યાન થી યાદ કરું તો આ વાત છે ધોરણ ૭ ની. સ્કૂલ માં હું એક શાંત અને હોશિયાર છોકરો હતો - એવું લોકો ને લાગતું. એક આદર્શ વિદ્યાર્થી નું ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો એ હું હતો - આવું મારા શિક્ષકો ને લાગતું. જો આવો જ રહ્યો તો આગળ જઈને બહુ મોટું નામ કરશે- એવું મારા મમ્મી પપ્પા ને લાગતું. પણ

Followers