Posts

Showing posts from June, 2018

કવિતા ૧: શું કહું તને કે હું કોણ છું?

Image
શું કહું તને કે હું કોણ છું? ક્યારેક રેતી ના વંટોળ માં વહી જતી યાદો નું હું રણ છું, તો ક્યારેક દરિયા માં સમી જતી નદી રૂપી સ્વપન નો હું પ્રણ છું. ક્યારેક વિચારો થી ઘનઘોર ભરેલું એવું વન છું, તો ક્યારેક ભૂતકાળ ના કાદવ સમા એવા પાપ નો પ્રદેશ મુખત્રિકોણ છું. શું કહું તને કે હું કોણ છું? હું ગીતા, હું કુરાન, હું બાઇબલ નો એક ગણ છું, સાંસારિક મોહ માયા ત્યજી દીધેલું એક મન છું. ના લોભ, ના લાલચ, ના અભિમાન નો રંગ છું, પર બ્રહ્મ જ્ઞાની હોવા છતાં લાગે જાણે હું અભણ છું. શું કહું તને કે હું કોણ છું? હું ગીત છું, સંગીત છું, તારા અધરો પર નું સ્મિત છું. હું પ્રેમ નો ચિત્કાર તારો, તારા જીવન નું વજૂદ છું. હું નયન છું, હું નક્ષ તારું, તારા આંખ ની પાંપણ છું,       હું દિલ નો ધબકાર તારો, તારા શ્વાસ નો કણ કણ છું.        શું કહું તને કે હું કોણ છું? થોડો માવડિયો, થોડો મજાકીયો, થોડો મિત્રો માટે અર્પણ છું. સારા જોડે સારો અને ખરાબ નો દર્પણ છું.  કલમ બન્યા છે શબ્દો મારા, હમણાં થી થોડો હું મૌન છું.   બીજા કરતા ખુદ ને ઓળખો ને, શું જાણી ને કરશો કે હું કોણ છું?  

Followers