Posts

Showing posts from April, 2018

અંક ૨: ને બોસ પૈસા પડી ગયા..!!

Image
રોજિંદા સવાર ની જેમ એ પણ એક તાજગી ભરી સવાર હતી અને રોજ ની જેમ આજે પણ હું ઓફીએ થોડો મોડો પહોંચ્યો. રોજ ના નિયમ મુજબ પિઝા આઉટલેટ ની સામે બાઈક પાર્ક કર્યું. પિઝા આઉટલેટ નું ભવ્ય અને ઊંચુ શટર બરાબર ૧૧ વાગે ખુલે પણ જયારે શટર બંધ હોય ત્યારે પણ એ બંધ શટર નો મહિમા અકબંધ રહેતો. કારણ હતું એની પર રહેલી એરટેલ ની જાહેરાત. બંધ શટર માં એરટેલ ની જાહેરાત ની એ બોયકટ હેર વાળી છોકરી જાણે શટર માંથી ઉભરી ને બહાર આવતી હોય એમ લાગે. રસ્તે ચાલતો દરેક છોકરો હોય કે પુરુષ એમને એક વાર તો પોતા ની સામે જોવા માટે મજબુર કરીદે એટલું મોહક એનું સ્મિત અને એમાં પણ રિસેન્ટલી તાર બંધાવીને એક દમ હરોળ માં બેસાડેલા એના દાંત જાણે કોઈ સરકારી શાળા ના છોકરાઓ સફેદ શર્ટ પહેરી ને ખોખો રમવા બેઠા હોય એમ લાગે. રોજ ની જેમ આજે પણ હું એની સામે જોવા માટે મજબુર થયો. મેં બાઈક ને લોક માર્યું . મારા બાઈક માં અરીસા ના અભાવ ને કારણે બાજુ પડેલી એકટીવા ના અરીસા માં જોઈ ને હું મારા વાળ સરખા કરવા લાગ્યો. શેમ્પુ કરવાના લીધે કોરા રાખેલા મારા વાળ કબૂતરે અડધા બનાવી ને છોડેલા માળા ની યાદ અપાવતા હતા. અરીસા માં જોઈને હાથે થી માળા રૂપી મારા વાળ ના એ

અંક ૧: ને છેલ્લે મહુરત સચવાયું...!!!

Image
માણસ ના બધા દિવસો સરખા નથી હોતા. કાલ સુધી આવું સાંભળ્યુંતું પણ આજે અનુભવ્યું. આમ તો દરેક માણસ ને એના રોજ ના જીવન માં કંઇક ને કંઇક પ્રસંગો બનતા જ હોય છે. હવે તેમાંથી શુ અનુભવવું અને શુ અનુ-ના-ભવવું (અહીં તમે હસી શકો ) એ આપણી ઉપર છે. આજે એવા જ એક અનુભવ ની વાત કરવાનો છું. અખાત્રીજ નો એ દિવસ અને છેલ્લા એક મહિના થી બુક કરાવેલા બુલેટ બાઈક ની જોવાતી રાહ. આમ તો આજ દિન સુધી આપનો રેકોર્ડ રહ્યો છે સાહેબ કે જે ખરીદયુ એ સેકન્ડ હેન્ડ જ ખરીદ્યું છે. એ ચાહે બોડી રિટચ કરાવેલી એવી પહેલી ધોળી કાર ફ્રંટી હોય કે પછી ચોળાફળી વાળા જોડે થી  ૯૫૦ રૂપિયા માં વિથ ૧ GB મેમોરી કાર્ડ સાથે લીધેલો મોબાઈલ નોકિયા ૨૬૧૦ હોય. આને મારો શોખ કહો કે મજબૂરી પણ આજે એ રેકોર્ડ તૂટવા જઈ રહ્યો હતો. કારણ કે હું બુલેટ એક દમ પેટી પેક લેવાનો હતો. ક્હેવાય છે કે ૧૧:૩૯ નું મહુરત એ કાયમ વિજયી મહુરત હોય છે અને એ સમયે જે કરો એ સારું જ કેવાય એવું મને મારા એક ખાસ મિત્ર કલ્પિત ભાઈ એ કીધેલું (એમના વિશે ફરી ક્યારેક વાત કરીશ). એટલે આપડે તો એ વાત ને ધ્યાન માં લઈને બાઈક લેવા જવાનું નક્કી કર્યું. હું મારા મિત્રો કલ્પિત ભાઈ (કપ્પુ ભાઈ), અલ્પેશ

Followers