Posts

અંક ૫: મેં પણ રાખ્યું ગૌરી વ્રત..!!

Image
નમસ્તે મિત્રો, જાણું છું કે થોડો વધુ સમય લઇ લીધો આ વખતે નવી વાર્તા માટે પણ શું કરું આતો ખાલી શોખ ખાતર જ લખું છું. બાકી ફૂલ ટાઈમ ધંધો તો બીજો કંઇક છે એટલે ધંધા ને પ્રાથમિકતા આપી. પણ જે હોય એ..કાંઈ વાંધો નહિ. હવે જરા થોભી જાઓ. જી હા..!! જે પણ કાર્ય કરતા હોવ કે મગજ માં જે પણ બીજા વિચાર ચાલતા હોય એ એકાદ મિનિટ બંધ કરી દો. પણ આ વાંચવા નું ચાલુ રાખજો ખાલી. હવે યાદ કરો તમારી સ્કૂલ ના દિવસો ને....યાદ કરો એ સ્કૂલ ના સમય ની દરેક વાતો.... કે જેનાથી તમારા ચહેરા પર સ્માઈલ આવી જાય....યાદ આવી?  કેવા મજા ના દિવસો હતા ને એ..!! કોઈ ના પણ સ્કૂલ ના દિવસો મજા ના જ હોય એમાં કોઈ શંકા ને સ્થાન નથી. મારા પણ દિવસો મજા ના હતા. એમાં પણ એક એવો કિસ્સો હતો કે જે આજે પણ હું યાદ કરું તો ખડખડાટ હસવા લાગુ. હમ્મ.....!!! જો ધ્યાન થી યાદ કરું તો આ વાત છે ધોરણ ૭ ની. સ્કૂલ માં હું એક શાંત અને હોશિયાર છોકરો હતો - એવું લોકો ને લાગતું. એક આદર્શ વિદ્યાર્થી નું ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો એ હું હતો - આવું મારા શિક્ષકો ને લાગતું. જો આવો જ રહ્યો તો આગળ જઈને બહુ મોટું નામ કરશે- એવું મારા મમ્મી પપ્પા ને લાગતું. પણ

કવિતા ૧: શું કહું તને કે હું કોણ છું?

Image
શું કહું તને કે હું કોણ છું? ક્યારેક રેતી ના વંટોળ માં વહી જતી યાદો નું હું રણ છું, તો ક્યારેક દરિયા માં સમી જતી નદી રૂપી સ્વપન નો હું પ્રણ છું. ક્યારેક વિચારો થી ઘનઘોર ભરેલું એવું વન છું, તો ક્યારેક ભૂતકાળ ના કાદવ સમા એવા પાપ નો પ્રદેશ મુખત્રિકોણ છું. શું કહું તને કે હું કોણ છું? હું ગીતા, હું કુરાન, હું બાઇબલ નો એક ગણ છું, સાંસારિક મોહ માયા ત્યજી દીધેલું એક મન છું. ના લોભ, ના લાલચ, ના અભિમાન નો રંગ છું, પર બ્રહ્મ જ્ઞાની હોવા છતાં લાગે જાણે હું અભણ છું. શું કહું તને કે હું કોણ છું? હું ગીત છું, સંગીત છું, તારા અધરો પર નું સ્મિત છું. હું પ્રેમ નો ચિત્કાર તારો, તારા જીવન નું વજૂદ છું. હું નયન છું, હું નક્ષ તારું, તારા આંખ ની પાંપણ છું,       હું દિલ નો ધબકાર તારો, તારા શ્વાસ નો કણ કણ છું.        શું કહું તને કે હું કોણ છું? થોડો માવડિયો, થોડો મજાકીયો, થોડો મિત્રો માટે અર્પણ છું. સારા જોડે સારો અને ખરાબ નો દર્પણ છું.  કલમ બન્યા છે શબ્દો મારા, હમણાં થી થોડો હું મૌન છું.   બીજા કરતા ખુદ ને ઓળખો ને, શું જાણી ને કરશો કે હું કોણ છું?  

અંક ૪: લગન માં વાગ્યો બુચ..!!

Image
રવિવાર ની એ સાંજે હું ઘરે થી નીકળી એક મેરેજ ફંકશન એટેન્ડ કરવા પાર્ટી પ્લોટ પર જઈ રહ્યો હતો .  રસ્તા માં એક કોલ આવ્યો કે આ કેમેરા   વાળા ભાઈ   નું   દિલ્હી દરવાજા પાસે એક્સીડેંન્ટ થયું   છે . ૧૦૮ બોલાવી   છે . એમને તમને જણાવવા કહ્યું છે કે   એ હવે પાર્ટી પ્લોટ   પર   આવી શકે એમ નથી .  એટલે   હવે તમે તમારી રીતે જોઈ લેજો . લગન નો વિડીઓગ્રાફી નો મારો આ પહેલો ઓર્ડર અને ઓર્ડર માં પહોંચતા પહેલા   જ આવા ન્યૂઝ ...!!! બુચ વાગી ગયો મારો ...!! પાર્ટી પ્લોટ પર પહોંચી ને હવે કરીશ શું ? મને લાગે છે કે જોઈએ એટલું સસ્પેન્સ ક્રિએટ થઇ ગયું છે . એટલે જો જાણવા માં રસ હોય તો તમને હવે આગળ વાંચવા માં બહુ મજા રહેશે .    શરૂઆત થી જ શરુ કરીશ ..!!! એટલે આગામી ૧૫ થી ૨૦ મિનિટ ટીકાઈ ને બેસી જાઓ . અનુભવ વગર નો ધંધો નકામો .  જી હા .!! જો કે કોઈ બી . બી . એ , એમ . બી . એ નથી કર્યું તેમ છતાં વગર   કામ ની લોકો ને   આવી સલાહો બહુ આપી . અનુભવ લઇ ને ધંધો કરવો એ

Followers